🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં ST બસનો કાળમુખો અકસ્માત: માતા અને 7 વર્ષની દીકરીનાં મોત
Local

ભાવનગરમાં ST બસનો કાળમુખો અકસ્માત: માતા અને 7 વર્ષની દીકરીનાં મોત

✍️ Reporter: Makvana Jaydip 🗓 26 Aug 2026, 12:04 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરમાં કાળજું કંપાવી દે તેવો ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહેલી માતા અને તેની માત્ર 7 વર્ષની દીકરીને ST બસે અડફેટે લેતાં બંનેનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં છે.

પ્રાથમિક માહિતી મુજબ, સિહોર-ટાણા-વરલ રૂટની ST બસ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી. તે દરમિયાન બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી.

ફૂટપાથ પર બેઠેલી માતા અને 7 વર્ષની દીકરી બસની અડફેટે આવી ગયા હતા. ત્યારબાદ બસે નજીકની ભરૂચા ક્લબની દીવાલ સાથે જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં અન્ય એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અકસ્મતની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

માતા-દીકરીના કરૂણ મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
📲Get App