🔥 TRENDING पुणिया के रहटा पंचायत के तरियापार गांव... Odisha govt hires 52,004 staff since J... Odisha Assembly Demands Crackdown on F... Andhra Pradesh to Allocate Over Rs 1,0... Andhra Pradesh to Spend ₹1,011 Crore o... देहदान, नेत्रदान और त्वचा दान कर अमर ह...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠાના તલોદ ST ડેપોમાં ત્રણ નવીન બસોનું લોન્ચિંગ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 25 Nov 2026, 05:03 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગुजरાત પરિવહન વિભાગ અને પ્રાંતીય તલોદના ધારાસભ્ય ગજેન્‍દ્રસિંહ પરમારની સહાયથી તલોદ ST ડેપોમાં ત્રણ નવીન બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

સાબરકાંઠામાં-:
તલોદ ST ડેપોમાં આજે ત્રણ નવીન બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પરિવહન વિભાગ અને પ્રાંતીય તલોદના ધારાસભ્ય ગજેન્‍દ્રસિંહ પરમારની સહાય માટે ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.ઉદ્ઘાટન સમારંભમાં તલોદ નગરપાલિકાનાં પ્રમુખ રમીલાબેન ચાવડા, લીનાબેન વ્યાસ, વિનુભાઈ સુથાર, અનસુયાબેન સુથાર અને દિલીપભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપી ત્રણેય બસો પ્રસ્થાન કરાવી..

પ્રથમ તબક્કામાં આ બસો extra બસ તરીકે તલોદથી આનંદ, પાવાગઢ અને અમદાવાદ‑મોડાસા રૂટ પર ચલાવવામાં આવશે, અને પછી નિયમિત લાંબા રૂટમાં સામેલ થશે.નવીન બસોના આગમનથી તલોદ ડેપોની પરિવહન સેવા વધશે અને મુસાફરોને વધુ સુવિધાજનક ST સેવા મળશે. સમારંભમાં ડેપો મેનેજર એ કે પરમાર,એ ટી આઇ કે એસ ઝાલા, ટ્રાફક કંટ્રોલર ધર્મેન્દ્રસિંહ,જીતુભાઈ દેસાઈ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા.
📲Get App