🔥 ट्रेंडिंग उत्तराखण्ड के राज्यपाल लेफ्टिनेंट जनरल... बीजेपी के अनुभवी नेता का टिकट काटा किसानों की सिंचाई समस्याओं के त्वरित स... जयपुर में मुख्यमंत्री भजनलाल शर्मा ने... બગસરા તાલુકામાં સમાવિષ્ટ કુલ ૯ સેજામાં... चांदपुर: ग्राम बास्ता में श्रीरामलीला...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

લાઠી નજીક ST ડ્રાઈવરે જીવના જોખમે વિદ્યાર્થીનો જીવ બચાવ્યો

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 17 अक्टू. 2026, 08:48 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના લાઠી નજીક એક વિદ્યાર્થીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ST ડ્રાઈવરે અદમ્ય સાહસ દાખવી તેને બચાવ્યો હતો.

અમરેલી જિલ્લાના લાઠી નજીક ગઈકાલે એક હૃદય કંપાવનારી ઘટના બની હતી. અગમ્ય કારણોસર એક વિદ્યાર્થીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન તરત જ ઉભી રહી ગઈ હતી, પરંતુ વિદ્યાર્થી એન્જિન નીચે ગંભીર રીતે ફસાઈ ગયો હતો.

એન્જિન ખૂબ ગરમ હોવાથી કોઈ નજીક જઈ શકતું નહોતું. એ જ સમયે ત્યાંથી પસાર થતી ઢસા-લાઠી રુટની ST બસના બહાદુર ડ્રાઈવર રફિકભાઈ ગાગદાણીએ માનવતા દાખવી. પોતાના જીવના જોખમે ધગધગતા એન્જિન નીચે ઘુસીને વિદ્યાર્થીને સકુશળ બહાર કાઢ્યો હતો.

વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક લાઠી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.

સમગ્ર પંથકમાં ST ડ્રાઈવર રફિકભાઈની બહાદુરીને બિરદાવવામાં આવી રહી છે.
📲Get App