🔥 TRENDING వయోవృద్ధుల హక్కులకు చట్టంలో రక్షణ: ఆది... टिब्बी पुलिस ने नाकाबंदी के दौरान 50 ल... झारखंड एकेडमिक काउंसिल (JAC) ने जारी क... અમરેલીના કેરિચાડ અને કુંકાવાવ તાલુકાના... Children in Balaghat's Remote Tribal A... Panna Villagers Rally Against Ken-Betw...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કેશોદ ST ડેપો ખાતે આશ્રમ દાન કાર્યક્રમ: ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત અનેક મહાનુભાવો જોડાયા

✍️ Reporter: Gadhiya Sudipbhai Devabhai 🗓 01 Oct 2026, 04:30 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ ST ડેપો ખાતે આશ્રમ દાન કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાની ટીમ દ્વારા સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

કેશોદ ST ડેપો ખાતે આજરોજ તારીખ 01/10/2026 ના રોજ એક દિવસીય આશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી (પૂર્વ મંત્રી) દેવાભાઈ માલમ, ભાજપના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ અને તેમની સમગ્ર ટીમ, તેમજ ST ડેપોના મેનેજર શ્રી અને તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સામૂહિક સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ST ડેપો પરિસરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો હતો. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ડેપોની સફાઈ કરી અને પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેને દૂર કરવાની કામગીરીમાં યોગદાન આપ્યું.

આ શ્રમ દાન કાર્યક્રમમાં જોડાયેલા તમામને ચુડાસમા રામદેભાઈ દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમણે સાર્વજનિક સ્થળોને સ્વચ્છ રાખવાના મહત્વ પર ભાર મૂક્યો અને યાત્રિકોને પણ ડેપો અને જાહેર સ્થળોને કચરા મુક્ત રાખવા માટે અપીલ કરી.
📲Get App