🔥 TRENDING Breaking news Father and Son Arrested in Ludhiana La... 15 Women Arrested in Bihar for Plottin... Gold ਦੀਆਂ ਕੀਮਤਾਂ ''ਚ ਆਉਣ ਵਾਲਾ ਹੈ ਵੱਡਾ... MP Police Seize 3.7 Tonnes of Ganja Pl... Bhopal Protesters Block Road After 13-...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

SRP અનૂપમ સ્કૂલમાં આરતી અને ગરબાનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો

✍️ Reporter: PATEL KAMLESHKUMAR SANKABHAI 🗓 17 Oct 2026, 05:42 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ: કૃષ્ણનગર સ્થિત SRP અનૂપમ સ્કૂલમાં આરતી અને ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગરબાના આયોજનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને આનંદમય બનાવ્યું હતું

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ધાર્મિક ભાવના, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે જાગૃતિ આવે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સહભાગિતાને કારણે કાર્યક્રમ યાદગાર બન્યો હતો.

SRP અનૂપમ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનને સૌએ આવકાર્યું હતું.
📲Get App