🔥 TRENDING Manipur Police Detain KYKL Cadre in An... Tripura tribal areas hold village comm... Cricinfo publishes updated schedule of... Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
sport

sport

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 01 Sep 2026, 02:24 PM 👁 193
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

sport

બારીયા કોલેજમાં સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી
વાય.એસ.આર્ટસ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે તારીખ 1 સપ્ટેમ્બર 2026 ના રોજ સ્પોર્ટ વિભાગ, એન.એસ.એસ.,એન. સી.સી.અને સી.ડબ્લ્યુ.ડી.સી. ના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટ ડેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી.
કોલેજના આચાર્યશ્રી ડૉ. એમ.એન.ગોહિલ સાહેબે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી રમત ની શરૂઆત કરાવી સ્પોર્ટ ડે નિમિત્તે વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે અને સૌ માં ટીમભાવના,સહકારની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી વિવિધ રમતો અને રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
કોલેજ ના સંસ્કૃત, ગુજરાતી, અર્થશાસ્ત્ર અંગ્રેજી અને હિન્દી વિભાગના ભાઈઓ તથા બહેનોની અલગ અલગ ટીમોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.તમામ ટીમોએ રમતગમતની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કાર્યક્રમને જીવંત અને આનંદમય બનાવ્યો. સમગ્ર સ્પર્ધામાં અર્થશાસ્ત્ર વિભાગની ટીમ વિજેતા બની હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોર્ટ વિભાગના ડૉ .રણજીતસિંહ રાઠોડ એન.સી.સી.ના કોર્ડીનેટર કાળુભાઈ સરવૈયા એન.એસ.એસ.ના કોર્ડીનેટર ડૉ .અનિતાબેન પટેલ અને cwdc ના કોર્ડીનેટર ડૉ .પુષ્પાબેન ગોઠડીયા તેમજ કોલેજના તમામ અધ્યાપકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.
આમ વિવિધ વિભાગોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીથી સ્પોર્ટ ડે ની ઉજવણી આનંદદાયક,સફળ અને યાદગાર બની રહી.
📲Get App