🔥 TRENDING Chief minister today chaired a compreh... India Announces Bank Holidays on 21‑23... Sikkim Adventure Tourism Fest 2026: Ac... Government Slashes Margins on 137 Canc... Wildlife Institute of India to Conduct... Arunachal Pradesh Police Honor Fallen...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ તીર ચલાવી રાવણના પૂતળાનું દહન કર્યું, 5 વર્ષ બાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વિજયદશમીની ઉજવણી

✍️ Reporter: Virendra bhai vyas 🗓 21 Oct 2026, 05:20 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 5 વર્ષ બાદ રાવણદહનનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ તીર ચલાવી રાવણના પૂતળાનું દહન કરીને અનિષ્ટ પર ઇષ્ટના વિજયનો સંદેશ આપ્યો.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાવણદહનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુએ તીર ચલાવી રાવણના વિશાળ પૂતળાનું દહન કર્યું હતું. રાવણદહન થતા જ મેદાનમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો અને વિજયનાદની ગૂંજ સંભળાઈ હતી.

સુરેન્દ્રનગરમાં વર્ષ 2019 પછી આ પહેલીવાર રાવણદહનનું આયોજન થયું હતું, જેના કારણે લાંબા સમય બાદ આ કાર્યક્રમ થતા પોલીસ પરિવારના સભ્યોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસ અધિકારીઓ, જવાનો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સાથે મળીને દશેરાની પરંપરાગત ઉજવણી કરી હતી.

રાવણદહનની આ પરંપરા અનિષ્ટ પર ઇષ્ટના વિજયનો સંદેશ આપે છે. આ કાર્યક્રમ પોલીસ પરિવાર માટે એકતા અને ભાઈચારાનો અવસર પણ બન્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉત્સવમાં જોડાતા પરિસરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App