🔥 TRENDING Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta... Sidharth Malhotra's 'Vvaan' posts thir... Manipur to Host First ISL Match on Wor...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત SOGએ પાંડેસરામાં બે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા, ₹47,205ની દવાઓ જપ્ત
Local

સુરત SOGએ પાંડેસરામાં બે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા, ₹47,205ની દવાઓ જપ્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 10 Sep 2026, 06:20 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેર SOGએ પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે તબીબોને ઝડપી પાડ્યા અને કુલ ₹47,205ની દવાઓ જપ્ત કરી.

સુરત શહેર SOGએ પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા બે કથિત બોગસ તબીબોને ઝડપી પાડ્યા. SOGને બાતમી મળ્યા બાદ બંને સ્થળે ડમી પેશન્ટ મોકલી તપાસ કરવામાં આવી અને હકીકતની ખાતરી થયા બાદ પાંડેસરાના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ક્લિનિક પર રેડ કરવામાં આવી.

પહેલા આરોપી તરીકે સુરેન્દ્ર ચંદ્રદેવ શાહ (ઉંમર 46)ને પકડવામાં આવ્યો હતો. તેની ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત કુલ ₹19,089નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે આશરે ચાર વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જણાવ્યું હતું.

બીજા આરોપી રામકૃપાલ રામકિશન વિશ્વકર્મા (ઉંમર 54)ની “મમતા ક્લિનિક”માંથી દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત કુલ ₹28,116નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ મુજબ તે અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને આશરે આઠ વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જણાવ્યું હતું.

બંને આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરવામાં આવી રહી છે.
📲Get App