🔥 TRENDING ગીરસોમનાથ ના મૂળદ્વારકા ગામ મા સમસ્ત મ... गोपालगंज: खाद-बीज की मूल दर से अधिक की... घरेलू विवाद में महिला के साथ मारपीट और... Punjab Mining Dept Seizes 5 Tippers in... Punjab Congress accuses BJP of undermi... Punjab Police Conduct 667 Raids, Arres...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા SOGની મોટી કાર્યવાહી: વડાલી વિસ્તારમાંથી આરોપી ઝડપી, ₹4.54 લાખનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Nov 2026, 07:34 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાલી પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર એક્સપ્લોઝિવ સામગ્રી ધરાવતો ટ્રેક્ટર-કોમ્પ્રેસર મળી, અને આરોપી શંકરભાઈ લાલાભાઈ ઠાકરના કૂવા પાસેના ગોયરામાંથી પકડાયો..

સાબરકાંઠા SOG પોલીસને મોટી સફળતા મળી છે.વડાલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર એક્સપ્લોઝિવ સામગ્રીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય એક આરોપીને પકડવાનો બાકી છે.આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર અજિતસિંહ એમ વાળાની સૂચનાથી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે વડગામડા ગામની સીમામાં શંકરભાઈ લાલાભાઈ ઠાકરના કૂવા પાસે આવેલા ગોયરામાં એક ટ્રેક્ટર-કોમ્પ્રેસર શંકાસ્પદ હાલતમાં ઊભું છે.તપાસમાં ટ્રેક્ટરમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવ સામગ્રી મળી આવી હતી.આ મામલે મહિપાલસિંહ અમરસિંહ ચૌહાણ (ઉંમર 28, રહે. ઇડર, સાબરકાંઠા)ની ધરપકડ કરવામાં આવી છે.ચેનસિંહ રેવતસિંહ રાજપૂતને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કબજે કરાયેલ મુદ્દામાલમાં 21 નાઈટ્રેટ મિક્સર ટોટા, 250 મીટર લાલ કલરનો કોક વાયર,માર્કિંગ કંપનીનું કોમ્પ્રેસર સાથેનું ટ્રેક્ટર, કુલ કિંમત ₹4,54,470., કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એમ ઝાલા,કે યુ ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અનિરુદ્ધસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,હરપાલસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,કલ્પેશકુમાર આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અને દીપકસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સામેલ હતા.
📲Get App