🔥 TRENDING Gwalior telecom zone to receive Rs 493... 25-Year-Old Rule Bars Government Jobs... West Bengal Government Moves to Revise... Minister Agnimitra Paul Announces Four... Australia eyes West Bengal to deepen I... વિસત સર્કલ, ચાંદખેડામાં બાઇક અથડામણમાં...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા જિલ્લામાં ગમનપુરા-દેલોલી માર્ગ પર ગેરકાયદેસર દેશી બંદુક ધરાવતા ઇસમને SOG ટીમે ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 12:25 AM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ગમનપુરાથી દેલોલી ગામ તરફ જતી રોડ પર બાવળની ઝાડીઓમાં છુપાયેલો ઇસમ, જે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક ધરાવતો હતો, તેને સફળતાપૂર્વક ધરપકડ કરી..

મહેસાણામાં-:
કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો પર નજર રાખવા માટે ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હતી.આ સૂચનાને અનુસરી મહેસાણા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.પેટ્રોલિંગ દરમિયાન SOG ટીમને બાતમી મળી કે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગમનપુરાથી દેલોલી ગામ તરફ જતી રોડ પર ONGC GGS ની બાજુમાં બાવળની ઝાડીઓમાં એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે.બાતમીની પુષ્ટિ બાદ પોલીસ સ્ટાફે સ્થળને રેડ કરી..

પોલીસે સિંધી (ડફેર) રમજાનભાઇ સુમારભાઇ મેરૂભાઇ, રહેવાસી લશ્કરીકુવા ડફેરદંગા, રાધનપુર ચોકડી નજીક, મહેસાણા,ને પાસ-પર્મિટ વગરની દેશી હાથ બનાવટની બંદુક (મૂલ્ય રૂ. ૭,૦૦૦) ધરાવતી સ્થિતિમાં ધરપકડ કરી.ઇસમને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો.સાંથલ પોલીસ સ્ટેશનમાં ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો અને કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી.આ સફળ કામગીરી SOG ટીમના પી આઈ યોગરાજસિંહ પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App