🔥 TRENDING उत्तराखण्ड के राज्यपाल लेफ्टिनेंट जनरल... बीजेपी के अनुभवी नेता का टिकट काटा किसानों की सिंचाई समस्याओं के त्वरित स... जयपुर में मुख्यमंत्री भजनलाल शर्मा ने... બગસરા તાલુકામાં સમાવિષ્ટ કુલ ૯ સેજામાં... चांदपुर: ग्राम बास्ता में श्रीरामलीला...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાયલા નજીક રાજકોટ રેન્જની SOG ટીમ પર હુમલો કરી ફરાર થવાનો પ્રયાસ કરનાર કુખ્યાત આરોપી દેવેન્‍દ્ર ઉર્ફે ડેંડુ બોરીયા પર પોલીસનું ફાયરિંગ

✍️ Reporter: Gilani Asikali 🗓 17 Oct 2026, 08:54 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આરોપીને પગમાં ગોળી વાગતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો અમદાવાદ રાજકોટ હાઈવે પર સાયલા નજીક પોલીસ અને આરોપી વચ્ચેની ઘટનામાં આરોપી ઘાયલ થયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ રેન્જની SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પર હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કરનાર 20થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી દેવેન્‍દ્ર ઉર્ફે ડેંડુ બોરીયા પર પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.મળતી માહિતી મુજબ, આરોપી દેવેન્‍દ્ર બોરીયાએ અટકાયત દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે આત્મરક્ષણ માટે ફાયરિંગ કરતાં ગોળી આરોપીના પગમાં વાગી હતી, જેના કારણે તે ઘાયલ થયો હતો.ઘટના બાદ ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App