🔥 TRENDING মানিকটোলার ১৪ নম্বর ওয়ার্ডে উত্তর-পূর... Actor Vijay condemns MK Stalin’s comme... PIL urges Madras High Court to scrap P... સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળ... Tamil Nadu Byelection: Polls Scheduled... बारिश के मौसम ने किसानों की फसलें बर्ब...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા નજીક ભરાડા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ SOG ના હાથે ઝડપાયો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 04 Oct 2026, 11:30 AM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામેથી એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો સાથે પશ્ચિમ બંગાળના મૂળ વતની એક બોગસ તબીબને SOG પોલીસે ઝડપી પાડ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામેથી ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતા એક બોગસ તબીબને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી મોટી માત્રામાં એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો મળી આવ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઝડપાયેલા બોગસ તબીબની ઓળખ પરિમલ સુભોલચંદ્રરોય તરીકે થઈ છે, જે મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે. તેની પાસેથી રૂપિયા 38,893 ની કિંમત ની 105 જાતની એલોપેથીક દવાઓ અને વિવિધ તબીબી સાધનો મળી આવ્યા હતા, જેને પોલીસે જપ્ત કરી લીધા છે.

આ બોગસ તબીબ લાંબા સમયથી ભરાડા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે આ રેડ પાડી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App