🔥 ट्रेंडिंग राज्य के पुलिस थानों में बच्चों की मदद... मुख्यमंत्री ने राज्य में अपराध के खिला... जयपुर में ANTF की कार्रवाई, 100 करोड़... सेवा संकल्प अभियान के तहत विकासखंड स्त... मेघालय के 5.47 लाख ग्रामीण घरों में अब... त्रिपुरा में 27 अक्टूबर से SIR-2026 मत...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા S.O.G. દ્વારા લાઘણંજ લૂંટ કેસના ૩ નાસતા ફરતા આરોપીઓ મેવડ પાસેથી ઝડપાયા..
अपराध

મહેસાણા S.O.G. દ્વારા લાઘણંજ લૂંટ કેસના ૩ નાસતા ફરતા આરોપીઓ મેવડ પાસેથી ઝડપાયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 02 अक्टू. 2026, 11:38 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા S.O.G. ટીમે લાઘણંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા ત્રણ રીઢા આરોપીઓને મેવડ ગામ નજીક આવેલી હોટલ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યા છે..

મહેસાણામાં-:
કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) મહેસાણાની ટીમને મોટી સફળતા મળી છે. લાઘણંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટના ગુન્હામાં લાંબા સમયથી નાસતા-ફરતા ત્રણ રીઢા આરોપીઓને S.O.G. ની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા છે.મહેસાણા S.O.G. ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એ. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી.ડાભી અને તેમની ટીમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ યોગેશકુમાર અને જયેશકુમારને સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે લાઘણંજ પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓ મેવડ ગામ નજીક આવેલી ‘હોટલ અલખ કાઠીયાવાડી’ ખાતે ઊભા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઘેરીને ઝડપી લીધા હતા..

ઝડપાયેલા આરોપીઓના નામ ઠાકોર રાજુજી કાંતીજી (રહે. લીંચ, તા.જી. મહેસાણા), ઠાકોર કિરણજી બાબુજી (રહે. ભાકડીયા, તા.જી. મહેસાણા) અને ઠાકોર રાકેશજી કનુજી (રહે. હેડુવા હનુમંત, તા.જી. મહેસાણા) છે. આરોપીઓ સામે લાઘણંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની વિવિધ કલમો જેવી કે ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૩૨૪(૪), ૬૧(૨), ૩૦૯(૪), ૩૦૯(૬), ૫૪ અને જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ લૂંટ અને હુમલાનો ગંભીર ગુનો નોંધાયેલો હતો.ઝડપાયેલા ત્રણેય આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી અને વધુ તપાસ અર્થે લાઘણંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.S.O.G. મહેસાણા પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.
📲Get App