🔥 ट्रेंडिंग फर्रुखाबाद: टूटे बिजली के तार की चपेट... ED Action Satish Jarkiholi Alleged To... સાબરકાંઠા: મણિયોર ગ્રામ પંચાયતમાં ડેપ્... सुप्रीम कोर्ट ने राजस्थान क्रिकेट एसोस... तामिलनाडु के पुरुषों की उम्र कम, टाइम्... तमिलनाडु के मुख्यमंत्री ने नवजात शिशुओ...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

નકલી SOG પોલીસ બની ફરતી ગેંગ ઝડપાઈ

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 29 सित. 2026, 01:52 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉના માં નકલી SOG પોલીસ બની એક વ્યક્તિ નું અપહરણ કરી તેની પાસેથી રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયેલા સક્સો ને ઝડપી પાડવામાં ગીર સોમનાથ પોલીસ ને મોટી સફળતા મળી છે
ગત તારીખ 17 સપ્ટેમ્બર 2026 ના રોજ ઉના ના મેણ ગામ માં આવેલ ગુલમોર સોસાયટી ખાતે રહેતા નફિસ ભાઈ સુલેમાન ભાઈ સુમરા પોતાના ક્લિનિક પર હાજર હતા તે દરમિયાન નંબર પ્લેટ વગર ની સ્વીફ્ટ કાર માં આવેલા ત્રણેક જેટલાં શખશો એ પોતાની ઓળખ SOG પોલીસ તરીકે બતાવી અને નફિસ ભાઈ ને બળજબરી કાર માં બેસાડી અપહરણ કર્યું હતું કાર માં લઈ ગયા બાદ આરોપીયો એ તેમના સર્ટ ના ખિસ્સા માંથી રૂપિયા 11500 રોકડ બળજબરી થી કાઢી લીધા હતા
ત્યારબાદ તેમને ગીર ગઢડા બાયપાસ પર ઉતારી કાર ચલાવી ફરાર ગયા હતા
આ ગંભીર બનાવ અંગે ઉના પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાતા ગીર સોમનાથ પોલીસ હરકત માં આવી હતી અને
ગીર સોમનાથ જિલ્લા અધિક્ષક શ્રી જયદીપ સિંહ જાડેજા તથા ઉના ડિવિઝન ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ એફ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ LCB SOG અને ઉના પોલીસ ની ટિમો એ અલગ અલગ ડીસા માં તપાસ શરૂ કરી હતી
પોલીસે CCTV ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સ ના એક પછી એક કળિયો જોડતા આખરે ગેંગના સભ્યો સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી
પોલીસે 7 આરોપીયો ને ઝડપી પડ્યા હતા જેમાં
(1) કૃણાલપુરી બલદેવપુરી (પ્રેસ રિપોર્ટર )

(2) મિતેશ મનુજી ભાઈ ડાભી (ડ્રાઈવર )

(3) કૌશિક ભાઈ પ્રહલાદ ભાઈ પંચાલ (મિસ્ત્રી )

(4) શ્રેયસ રાજેન્દ્ર ભાઈ પટેલ

(5) દિવ્યેશ બાબુ ભાઈ નસીત

(6)દિલિપ ઉર્ફે હાર્દિક ભાયાભાઇ બામભણીયા સામેલ છે જયારે હજુ 3 આરોપીયો ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે
આ સમગ્ર કાર્યવાહી (1) LCB પી આઈ શ્રી એમ કે વણારકા
(2) SOG ઇન્ચાર્જ પી આઈ શ્રી આર આર રાયજાદા
(3) ઉના પી આઈ શ્રી કે આઈ જાડેજા
(4) પી એસ આઈ શ્રી એ બી ગોહિલ
(5) એસ જે સોલંકી સબ ઇન્સ્પેક્ટર SOG ગીર સોમનાથ
(6)કે એન મુછાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉના
(7) એસ બી બોરિયા સબ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન
(8) LCB SOG તથા ઉના પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી
નકલી પોલીસ ની ઓળખ ધારણ કરી અપહરણ અને લૂંટ સુધી પહોંચેલી ગેંગ સામે ગીર સોમનાથ પોલીસે કડક કાર્યવાહી કરી સમગ્ર નેટવર્ક ની કળીઓ બહાર લાવી છે અને ફરાર આરોયો ને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


(7) નદીમ સિદ્દીક ભાઈ કાતરીયા
📲Get App