🔥 TRENDING Two Missing SPOs’ Bullet‑Riddled Bodie... J&K Government Extends Deadline for ST... Teen Dies in Road Accident on Jammu Hi... मुख्यमंत्री फडणवीस यांनी नवी मुंबई विम... मनोहर सिंह भाटी ने बताया पुण्यातील सिंहगड टेक्निकल एज्युकेशन सो...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત ગ્રામ્ય SOG દ્વારા ગાંજાના રિટેલ વેચાણનો પર્દાફાશ, એક ઝડપાયો
Crime

સુરત ગ્રામ્ય SOG દ્વારા ગાંજાના રિટેલ વેચાણનો પર્દાફાશ, એક ઝડપાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 26 Sep 2026, 09:54 AM 👁 56
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય SOG એ પલસાણા-સચિન હાઈવે પરથી ગાંજાનું રિટેલ વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

સુરત જિલ્લાને નશામુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) દ્વારા નશીલા પદાર્થો સામેનું અભિયાન વધુ તેજ કરવામાં આવ્યું છે.

આ ઝુંબેશના ભાગરૂપે, પીઆઈ એલ.ડી. ઓડેદરાની ટીમને બાતમી મળી હતી કે પલસાણા-સચિન હાઈવે પર આવેલી એક લોખંડની કેબિનમાંથી ગાંજાનું રિટેલ વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો અને ગાંજાના રિટેલ વેચાણનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી પશ્ચિમ બંગાળના મૂળ વતની શાંતનુ ઉર્ફે બંગાલી નામના ૩૯ વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ગાંજો, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ. 17,230 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી નશાના વેપારમાં સંડોવાયેલા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
📲Get App