🔥 ट्रेंडिंग शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... बड्डी में खुला रेगेंटा प्लेस गोल्डन कै... 136 पर्वतारोहियों को ऊत्‍तराखण्ड में फ... मौसम में सुधार के बाद उत्तराखंड में चा... उत्तराखंड ने 2026 STI नीति जारी की, का...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અરવલ્લી: SOG પોલીસે ૨૭૮ કિલો પોશડોડા સાથે સ્કોર્પિયો ઝડપી,૪૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 22 सित. 2026, 11:44 PM 👁 41
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં SOG પોલીસે નવી શીણોલ ગામની સીમમાંથી ફિલ્મી ઢબે પીછો કરી એક સ્કોર્પિયો વાહનમાંથી ૨૭૮.૭૭ કિલોગ્રામ પોશડોડા (કાળાં) ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં કુલ ૪૧,૮૧,૫૫૦ રૂપિયાનો પોશડોડાનો જથ્થો અને વાહન સહિત ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે..

અરવલ્લીના-:
ધનસુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નવી શીણોલ ગામની સીમમાં SOG પોલીસે એક સ્કોર્પિયો વાહનનો ફિલ્મી ઢબે પીછો કરી તેને ઝડપી પાડ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન વાહનમાં તપાસ કરતાં તેમાંથી ૨૭૮.૭૭ કિલોગ્રામ પોશડોડા (કાળાં) મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે ૪૧,૮૧,૫૫૦ રૂપિયા થાય છે..

પોલીસે આ કાર્યવાહી દરમિયાન સ્કોર્પિયો વાહન,૨ જીવતા કારતૂસ,૨ મોબાઇલ ફોન અને પોશડોડાનો જથ્થો મળી કુલ ૫૦,૦૧,૫૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કને ઝડપી પાડવામાં SOG પોલીસને મોટી સફળતા મળી છે.આ અંગે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કને ઉજાગર કરવા અને તેમાં સામેલ અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App