🔥 TRENDING India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા બે તબીબોને SOGએ ઝડપી પાડ્યા
Local

સુરતના પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા બે તબીબોને SOGએ ઝડપી પાડ્યા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 10 Sep 2026, 05:29 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેર SOGએ પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા અને તેમની ક્લિનિકમાંથી દવાઓ અને સિરપ જપ્ત કર્યા.

સુરત શહેર SOGએ પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા. SOGને બાતમી મળ્યા બાદ બંને સ્થળે ડમી પેશન્ટ મોકલી તપાસ કરવામાં આવી હતી. હકીકતની ખાતરી થયા બાદ પાંડેસરાના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ક્લિનિક પર રેડ કરવામાં આવી હતી.

પ્રથમ આરોપી સુરેન્દ્ર ચંદ્રદેવ શાહ (ઉંમર 46)ને પકડવામાં આવ્યો હતો. તેની ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત કુલ ₹19,089નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે આશરે ચાર વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જણાવ્યું હતું.

બીજો આરોપી રામકૃપાલ રામકિશન વિશ્વકર્મા (ઉંમર 54)ની “મમતા ક્લિનિક”માંથી દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત કુલ ₹28,116નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ મુજબ તે અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને આશરે આઠ વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જણાવ્યું હતું.

બંને આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરવામાં આવી રહી છે.
📲Get App