🔥 TRENDING સાબરકાંઠા, તલોદમાં બે યુવાનોની બાઇકને... Pink Elephant Pictures Announces New U... Shah Rukh Khan to Skip Fan Meet on 61s... Fujifilm Unveils Instax mini Evo 2: 13... BikeWo to Invest ₹150 Crore in Green D... HCA Members Await Response to Request...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

Smit Machhar UAE award | સ્મિત મચ્છરના સાહસને UAEનો સલામ!

✍️ Reporter: Kamlesh Solanki 🗓 29 Oct 2026, 06:58 AM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Smit Machhar UAE award | સ્મિત મચ્છરના સાહસને UAEનો સલામ!

Smit Machhar UAE award | સ્મિત મચ્છરના સાહસને UAEનો સલામ!

દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી આ ઘટનામાં કો-પાયલટે તેમના પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે પરિસ્થિતિનો સામનો કર્યો. અન્ય ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલાખોરને કાબૂમાં લેવામાં આવ્યો અને વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. સ્મિત મચ્છર અને ફ્લાયદુબઈના તેમના સાથી ક્રૂ મેમ્બર્સને UAE દ્વારા પ્રતિષ્ઠિત ‘ઓર્ડર ઑફ જાયદ II, પ્રથમ શ્રેણી’ સન્માનથી નવાજવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં કોકપીટની અંદર હુમલાની ઘટના બની હતી. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થવા છતાં સ્મિત મચ્છરે હિંમત ન હારી. તેમના સાથી ક્રૂ મેમ્બર્સ અને મદદ માટે આગળ આવેલા મુસાફરોએ પણ પરિસ્થિતિ સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
📲Get App