🔥 ट्रेंडिंग બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... नारा लोकेश ने बताया: मंगलागिरी से शुरू...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
SG હાઈવે પર દારૂ પીધેલા લુખ્ખાઓએ મહિલા ડ્રાઇવરોને ધમકી આપી, પોલીસ કાર્યવાહી પર જનતામાં સવાલ..
अपराध

SG હાઈવે પર દારૂ પીધેલા લુખ્ખાઓએ મહિલા ડ્રાઇવરોને ધમકી આપી, પોલીસ કાર્યવાહી પર જનતામાં સવાલ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 20 सित. 2026, 11:28 PM 👁 59
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના SG હાઈવે પર દારૂ પીધેલા લુખ્ખાઓએ મહિલા કાર ચાલકોને રોકીને ગાળો ભાંડી દાદાગીરી કરી, જેના કારણે રાત્રિમાં વાહનચાલકોમાં ભય વ્યાપ્યો..

રાત્રિ 10 વાગ્યાની આસપાસ અમદાવાદના SG હાઈવે પર, કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફ જતાં માર્ગ પર, દારૂ પીધેલા લુખ્ખાઓએ ઉત્પાત મચાવ્યો. તેઓએ રસ્તા પરથી પસાર થતી મહિલા કાર ચાલકો સહિત 2 થી 3 કાર ચાલકોને રોકીને જાહેરમાં બિભત્સ ગાળો ભાંડી દાદાગીરી કરી..

આ ઘટનાએ વાહનચાલકોમાં ભારે દહેશત ફેલાવી. લુખ્ખાઓએ કોઈ કારણ વગર વાહનો રોક્યા અને ગાળો ભાંડી, જેનાથી રસ્તા પર સુરક્ષાની ચિંતા વધી.પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને દારૂ પીધેલા લુખ્ખાઓને ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે.જનતામાં પ્રશ્ન ઉઠ્યો છે કે આવી દારૂડિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં,ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે.
📲Get App