अपराध
સુરતના મજુરાગેટ RTOની સરકારી મિલકતોની ગેરકાયદેસર ઉચાપત; નિવૃત્ત અધિકારીએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપો
સુરતના મજુરાગેટ વિસ્તારમાં સ્થિત જૂની RTO કચેરીની સરકારી મિલકતોની ગેરકાયદેસર રીતે ઉચાપત થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જાહેર બાંધકામ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારી મહેન્દ્ર ભટ્ટે મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.
સુરતના મજુરાગેટ વિસ્તારમાં સ્થિત જૂની પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO)ની સરકારી મિલકતોની ગેરકાયદેસર રીતે ઉચાપત કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. જાહેર બાંધકામ વિભાગમાંથી નિવૃત્ત થયેલા વર્ગ-2ના કાર્યપાલક અધિકારી મહેન્દ્ર ભટ્ટે મુખ્યમંત્રીને સત્તાવાર પત્ર લખીને આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો કર્યા છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2015માં પાલ ખાતે નવી RTO કચેરી કાર્યરત થયા બાદ મજુરાગેટ સ્થિત કચેરી બંધ હાલતમાં હતી. આ દરમિયાન, કચેરીમાં સંગ્રહિત સરકારી સાધન-સામગ્રી નિયમાનુસાર જાહેર હરાજી કર્યા વિના જ ખાનગી વ્યક્તિને આપી દેવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું નિવૃત્ત અધિકારીએ દાવો કર્યો છે. તેમણે આ મામલે તપાસ કરવા અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી છે.