Local
સુરત RTO કચેરીમાં ક્લાર્કનો ગુંડાગીરીનો વીડિયો વાયરલ: અરજદાર પર હુમલો, બદલી અને તપાસના આદેશ
સુરત RTO કચેરીમાં વાહન દંડની માંડવાળ ફી ભરવા આવેલા નિર્દોષ અરજદાર પર ક્લાર્ક દ્વારા કરાયેલા હુમલાનો વીડિયો વાયરલ થતાં તંત્ર સક્રિય થયું છે. ક્લાર્કની બદલી કરી ખાતાકીય તપાસના આદેશ અપાયા છે.
સુરત RTO કચેરીમાં વાહન વ્યવહાર વિભાગની ઓનલાઇન સિસ્ટમની ધીમી ગતિથી કંટાળીને વીડિયો ઉતારી રહેલા એક નિર્દોષ અરજદાર પર ક્લાર્ક યોગેશ ચૌધરીએ ખુલ્લેઆમ ગુંડાગીરી આચરી હતી. સિસ્ટમની ખામીઓનો વીડિયો બનાવતા ક્લાર્ક ઉશ્કેરાઈ ગયો હતો અને અરજદાર પર હુમલો કરી, લાફા મારી તેનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો.
આ ઘટનાનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સુરત RTO પ્રશાસન પર દબાણ આવ્યું હતું. શરૂઆતમાં આ મામલે લીપાપોતી કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ વીડિયો વાયરલ થતાં તંત્ર ભીંસમાં મુકાયું હતું.
એડિશનલ કલેક્ટર અને સુરત RTO એચ.એમ. પટેલે આ ગંભીર ગેરવર્તણૂકને ધ્યાનમાં રાખીને ક્લાર્ક યોગેશ ચૌધરી સામે કડક કાર્યવાહી કરી છે. તેને તાત્કાલિક અસરથી ડીએ શાખામાંથી હટાવી ઓડિટ વિભાગમાં બદલી કરી દેવાયો છે. આ ઉપરાંત, તેની સામે ખાતાકીય તપાસના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.