🔥 TRENDING Bengaluru airport: Kannadigas form maj... પૂર્વ સરપંચ કમલેશભાઈ પુંજાભાઈ પરમારએ ચ... UNESCO Refuses Ties with Ex-Bengal Min... काजल गोंड(17) हत्याकांड के मुख्य आरोपी... Venkatesh's 'Aadarsha Kutumbam' Holds... Ramayana Box Office Day 3: ₹4,000 Cr F...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

RTI અરજીથી પીઠવડી ગામ પંચાયતમાં મારામારી, પોલીસ તપાસમાં

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 08 Nov 2026, 10:35 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં RTI અરજીને કારણે ગ્રામ પંચાયતમાં બોલાચાલી અને મારામારી થઈ, બંને પક્ષને ઈજા અને હોસ્પિટલમાં દાખલ, પોલીસ તપાસ ચાલી રહી છે.

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામની ગ્રામ પંચાયત કચેરીમાં RTI હેઠળ માહિતી માંગવા બાબતે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે.

પીઠવડી ગામના રહેવાસી નીતિનભાઈ પરશોત્તમભાઈ નડિયાદરાએ ગામમાં ચાલી રહેલા વિકાસ કામો અને તેના વર્ક ઓર્ડર અંગેની માહિતી મેળવવા માટે RTI અરજી કરી હતી.

આ અરજી બાબતે પંચાયત કચેરીએ પહોંચતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આક્ષેપ મુજબ, આ દરમિયાન મારામારી થઈ હતી અને બંને પક્ષે એકબીજાને બટકા ભર્યાનો આક્ષેપ કર્યો છે. અરજદારે કહ્યું છે કે લગભગ 8 શખ્સોએ પાઇપ-ધોકા સાથે આવી હુમલો કર્યો હતો અને પંચાયત કચેરીમાં ટેબલ-ખુરશીઓની તોડફોડ કરી હતી. સામે પક્ષે સરપંચ ભૌતિક સુહાગીયાએ પણ અલગ દાવો કર્યો છે.

આ ઘટનામાં બંને પક્ષને ઈજા થઈ હોવાનું કહેવાય છે અને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App