🔥 ट्रेंडिंग 2026 में आस्ट्रो देवाली पर 75 घंटे का... WION ने 2027 के बाहर अमेरिका के शीर्ष... संपथ नंदी की फ़िल्म ‘शानार्थी’ ने वेलि... क्या 'धर्मन' भारत का सबसे बड़ा प्रोजेक्... कंगना रनौत रवि बाबू के साथ नये हॉरर फि... तमिलनाडु में तूफान अर्णव से भारी बारिश
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાજુલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ભવ્ય પથસંચલન અને નગરયાત્રાનું આયોજન

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 26 अक्टू. 2026, 11:20 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભગવા ધ્વજ સાથે સંઘના સ્વયંસેવકોએ શહેરના મુખ્ય માર્ગો પર કર્યું પથસંચલન, વિવિધ સ્થળોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું*

# રાજુલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ભવ્ય પથસંચલન અને નગરયાત્રાનું આયોજન

**ભગવા ધ્વજ સાથે સંઘના સ્વયંસેવકોએ શહેરના મુખ્ય માર્ગો પર કર્યું પથસંચલન, વિવિધ સ્થળોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું**

**રાજુલા:** રાજુલા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય પથસંચલન અને નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવા ધ્વજ સાથે સંઘના સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે કદમથી કદમ મિલાવી શહેરના મુખ્ય માર્ગો પર પથસંચલન કર્યું હતું. આ દરમિયાન શહેરમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

આ પથસંચલનનો પ્રારંભ રાજુલા સ્થિત BAPS મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરયાત્રા ભોળાભાઈ લાતી માર્ગ, જીવાબાપુ ચોક, ફૂલવાળા ચોક, સાંઈબાબા મંદિર, હવેલી ચોક, મુખ્ય બજાર અને પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હોસ્પિટલ ચોક થઈને T.J.B.S. ગર્લ્સ વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.

પથસંચલન દરમિયાન સ્વયંસેવકો ભગવા ધ્વજ સાથે શિસ્તબદ્ધ રીતે આગળ વધ્યા હતા. શહેરના વિવિધ સ્થળોએ નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ નગરયાત્રાને નિહાળવા માટે લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર પથસંચલન અને નગરયાત્રા દરમિયાન રાજુલા પોલીસ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આમ, રાજુલા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયેલા ભવ્ય પથસંચલન અને નગરયાત્રા કાર્યક્રમનું શિસ્તબદ્ધ વાતાવરણમાં સમાપન થયું હતું.

યોગેશ કાનાબાર રાજુલા
📲Get App