🔥 TRENDING બગસરા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ-... સાવરકુંડલા તાલુકા પંચાયતમાં ગામડાંમાંથ... દિલ્હી જતા કોંગ્રેસ આગેવાનોની થરાદ-લાખ... દાહોદ: સીમલીયા-ઘોઘંબા-પાવાગઢ હાઈવે પરથ... લીલીયા મોટા માર્કેટ યાર્ડમાં ૧૨મી ઓક્ટ... દિલ્હી એરપોર્ટ પરથી અભિજીત દીપક સહિત અ...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડોદરા: વીજ થાંભલા મુદ્દે RSS અધિકારી અને સોસાયટીના રહીશ વચ્ચે મારામારી બાદ સામસામે પોલીસ ફરિયાદ

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 10 Oct 2026, 11:05 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાના ગોત્રી વિસ્તારમાં વીજ થાંભલા હટાવવા બાબતે થયેલો વિવાદ હવે મારામારી અને સામસામે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. એક તરફ RSS અધિકારીએ સોસાયટીના રહીશ અને હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ સોસાયટીના રહીશે પણ RSS અધિકારી સામે ફરિયાદ કરી છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ગંગોત્રી ટેનામેન્ટ સોસાયટીમાં વીજ થાંભલા હટાવવા બાબતે થયેલો વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. બે દિવસ પહેલા આરએસએસના પ્રાંત લેવલના અધિકારી દ્વારા વીજ થાંભલા મુદ્દે થયેલી મારામારીના કિસ્સામાં આજે એક નવો વળાંક આવ્યો છે. અગાઉ સોસાયટીના રહીશ વિશાલ તલસાણીયાએ આરએસએસ અગ્રણી અને વકીલ મનસુખ જેસડિયા સામે લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ કરી હતી.

આ મામલે હવે વકીલ મનસુખ જેસડિયાએ પણ લક્ષ્મીપુરા પોલીસ મથકે વિશાલ તલસાણીયા તેમજ સોસાયટીના પ્રમુખ ગિરીશભાઈ પટેલ અને તેમના પુત્ર નારાયણ પટેલ સહિત 3 સામે કાયદેસરની એફઆઈઆર નોંધાવી છે. મનસુખ જેસડિયાના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં હાઈટેન્શન વીજ થાંભલો રસ્તા વચ્ચે નડતરરૂપ હોવાથી તેમણે કોર્પોરેશનમાં અરજી કરી હતી. વીજ કંપનીના અધિકારીઓ આવ્યા ત્યારે વિશાલ તલસાણીયાએ આવીને ગાળાગાળી કરી હતી અને તેમણે જે સંસ્થામાં કામ કરે છે તેની સામે પણ અભદ્ર શબ્દો બોલ્યા હતા. બાદમાં પથ્થર અને લાકડી લઈને તેમને મારવા દોડ્યા હતા, જેમાં સોસાયટીના પ્રમુખ અને તેમના પુત્રએ ઉશ્કેર્યા હોવાનો આરોપ છે.

બીજી તરફ, વિશાલ તલસાણીયાએ જણાવ્યું છે કે તેમની ઉપર હુમલો અને પત્ની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું, જેનો વીડિયોમાં પૂરાવો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેઓએ કહ્યું કે રાજકીય ઓથ લઈ બચવા માટે મનસુખભાઈ ધમપછાડા કરી રહ્યા છે.

લક્ષ્મીપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. સ્થળનું પંચનામુ કરી નજરે જોનારાના નિવેદનની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે BNS 115(2) (જાણીજોઈને શારીરિક ઈજા પહોંચાડવી), BNS 296 (જાહેર સ્થળે ગાળાગાળી), BNS 351(3) અને GP Act 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. PI ગાયત્રી સજપૂતે જણાવ્યું કે વધુ તપાસ હાથ ધરાઈ છે.
📲Get App