🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

માંડવી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: બે મહિલા આરોપી ઝડપાઈ, ₹9 લાખનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Rameshbhai Ven 🗓 27 Sep 2026, 02:36 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બે મહિલા આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ₹9 લાખના સોનાના ઘરેણાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે મહિલા આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલા સોનાના ઘરેણાં સહિતનો કુલ રૂ. 9 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સી.વાય. બારોટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગુનામાં બે સોનાના મંગળસૂત્ર ચોરી કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત આશરે રૂ. 9,00,000/- હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપી પાડેલી આરોપીઓમાં કુસુમ (ઉંમર 40 વર્ષ, મૂળ કોડકી, તા. ભુજ, હાલ પ્રમુખસ્વામીનગર, ભુજ) અને મુમતાઝ ઉર્ફે પ્રિયા (ઉંમર 35 વર્ષ, હાલ મહેદી કોલોની, ભુજ) નો સમાવેશ થાય છે.

પોલીસ રેકોર્ડ મુજબ, બંને આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ સફળ કામગીરીમાં એએસઆઈ દિપકભાઈ જે. રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ડી. રાવળ, ભાવિકભાઈ બી. કોઠારી, બાલુભાઈ આર. મકવાણા, ભલાભાઈ સી. ખરાડી, પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઈ જે. રાઠોડ, આનંદભાઈ જે. ધોકડીયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન એન. કોવાડિયા અને શિવાનીબેન જે. કરંગિયાની ટીમનો સમાવેશ થાય છે.

આ ગુનો માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11205031260364/2026, BNS કલમ 331(4), 331(3), 305(A), 329(3), 54 મુજબ નોંધાયેલો હતો.
📲Get App