🔥 TRENDING NMC Announces 3,656 MS Orthopaedics Se... MP Tai Tagak Highlights Court Cases Ha... Arunachal Pradesh Protest Over 11,200-... Man Killed in Hit‑and‑Run in Samba, Ja... ବୁଢ଼ାବଳଙ୍ଗ ନଦୀର ବାଲିରୁ ମିଳୁଛି ସୁନା! Audit Finds 20% of MGNREGA Job Cards U...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત સરકાર દ્વારા અયોધ્યા ખાતે ₹80.25 કરોડના ખર્ચે અત્યાધુનિક 'યાત્રી નિવાસ'નું નિર્માણ કરાશે...

ગુજરાત સરકાર દ્વારા અયોધ્યા ખાતે ₹80.25 કરોડના ખર્ચે અત્યાધુનિક 'યાત્રી નિવાસ'નું નિર્માણ કરાશે...

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 11:52 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સર્વશ્રેષ્ઠ સુવિધાઓ, આતિથ્યપૂર્ણ સત્કાર,
અયોધ્યાધામમાં રામભક્તો માટે દિવ્ય ઉપહાર...✨

ગુજરાતમાંથી અયોધ્યા દર્શનાર્થે જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સર્વશ્રેષ્ઠ સુવિધા, આતિથ્ય અને દિવ્ય અનુભવ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અયોધ્યા ખાતે ₹80.25 કરોડના ખર્ચે અત્યાધુનિક 'યાત્રી નિવાસ'નું નિર્માણ કરાશે...

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં 308 બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને 864 સિટિંગ કેપેસિટીવાળો વિશાળ હોલ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત રિસેપ્શન સેન્ટર, વિઝિટર લાઉન્જ, સોવેનીયર શોપ, મલ્ટિપર્પઝ હોલ, ઓડિટોરિયમ, મિટિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી અધતન સુવિધાઓથી આ સંકુલ સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી એક વર્ષમાં આ યાત્રી નિવાસ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે...
📲Get App