🔥 ट्रेंडिंग अजमेर में 1 साल के बच्चे की 4 घंटे की... Aksmat मालाखेड़ा में रानीखेत ट्रेन के ठहराव क... સાબરકાંઠામાં DGP કપ એથ્લેટિક્સ અને સાય... ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... सुप्रीम कोर्ट ने भूपेश बगेल के पाटन चु...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ખેડૂતોને બારેમાસ સિંચાઈનું વચન ખાલી: ₹711.50 કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના નિષ્ફળ
स्थानीय

ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ખેડૂતોને બારેમાસ સિંચાઈનું વચન ખાલી: ₹711.50 કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના નિષ્ફળ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 15 सित. 2026, 01:42 PM 👁 47
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ખેડુતોને 51 અને 22 ગામોની 53,750 એકર જમીનને કમાન્ડ એરિયામાં લાવવાની ₹711.50 કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના, જે 2026માં લોન્ચ થઈ, 6 મહિના પછી પણ ખેતર સુધી પાણી પહોંચ્યું નથી.

ઉમરપાડા તેમજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ખેડૂતોને બારેમાસ સિંચાઈનું પાણી પૂરું પાડવાના દાવા સાથે શરૂ કરાયેલી ₹711.50 કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના (સાતકાશીથી ગોંદલિયા - વેર-2) નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો કરાયા છે.

ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ દ્વારા ઉમરપાડા મામલતદાર મારફતે રાજ્ય સરકારને આવેદન પાઠવી કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આરોપ મૂકાયો છે. નિવૃત્ત કલેક્ટર અને સમિતિના પ્રમુખ જગતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, જળસંપત્તિ વિભાગ દ્વારા ખાનગી એજન્સી લાર્સન એન્ડ ટુબ્રોને ઓક્ટોબર 2020થી ઓક્ટોબર 2023 સુધી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અને મેન્ટેનન્સની જવાબદારી સોંપાઈ હતી.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉમરપાડાના 51 અને ડેડિયાપાડાના 22 ગામોની કુલ 53,750 એકર જમીનને કમાન્ડ એરિયા હેઠળ લાવી નવપલ્લવ કરવાનો હતો. માર્ચ 2026માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. છતાં, ઉદ્ઘાટનના છ મહિના વીતવા છતાં ખેડૂતોના ખેતર સુધી એક ટીપુંય પાણી પહોંચ્યું નથી.

પ્રોજેક્ટના રેકોર્ડ ચકાસણી કરતાં બહાર આવ્યું છે કે, સાદડાપાણી ગામે ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના જ 2020માં બિલ્ડિંગો ખડકી દેવાયાં હતાં, જેનાથી પ્રોજેક્ટની પ્રગતિમાં ગંભીર વિલંબ અને ખેડૂતોની અસંતોષ વધ્યો છે.
📲Get App