कृषि
મેંદરડાના ખેડૂત દિલીપભાઈ ફળદુએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી સાત દિવસમાં ₹70 હજારનું વેચાણ કર્યું
જૂનાગઢમાં યોજાતા સ્વદેશી મેળા-2026માં મેંદરડા તાલુકાના ખેડૂત દિલીપભાઈ ફળદુએ પ્રાકૃતિક પેદાશો અને મિલેટ્સ આધારિત નાસ્તાઓનું વેચાણ કરીને સારો પ્રતિસાદ મેળવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલીધ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિલીપભાઈ ફળદુએ વર્ષ 2014થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી થતી આરોગ્ય અને પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને, તેઓ વિનાશક રાસાયણિક પદાર્થો વગર ખેતી કરીને ગુણવત્તાસભર કૃષિ પેદાશો તૈયાર કરી રહ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અનાજ અને આરોગ્યપ્રદ નાસ્તાની ચીજવસ્તુઓ સીધી ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે.
દિલીપભાઈએ માત્ર ખેતી સુધી મર્યાદિત રહેવાને બદલે કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન કરવાની આગવી પદ્ધતિ અપનાવી છે. તેઓ પોતાની પેદાશોને 500 ગ્રામ અને એક કિલોના આકર્ષક પેકિંગમાં રજૂ કરે છે, જેથી ગ્રાહકોને ગુણવત્તાસભર ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. તેમના સ્ટોલ પર પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અડદ, ચણા અને તુવેર જેવા કઠોળો ઉપરાંત વિવિધ શાકભાજીની કાચરી સહિતની પેદાશો ઉપલબ્ધ છે.
બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને, તેમણે મેંદા અને કૃત્રિમ રંગો વગર તૈયાર કરાયેલા જુવારના પફ, મકાઈના પૌવા, જોય સ્ટિક, પોટેટો ચિપ્સ, મકાઈની વેફર, રવાના પાસ્તા, રાગીની પુરી અને મમરા જેવા મિલેટ્સ આધારિત ઉત્પાદનો પણ વેચાણ માટે મૂક્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા-2026માં, દિલીપભાઈએ પોતાની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન અને વેચાણ કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, મેળામાં માત્ર સાત દિવસના સમયગાળામાં અંદાજે ₹60 હજારથી ₹70 હજાર સુધીનું વેચાણ થયું છે, જે પ્રાકૃતિક પેદાશોની માંગ અને મૂલ્યવર્ધન ક્ષેત્રે રહેલી તકોનું સ્પષ્ટ ચિત્ર આપે છે.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સખી મંડળની બહેનોને બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી સ્વદેશી મેળા-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના આઝાદ ચોક ખાતે આવેલા એ.જી. સ્કૂલના મેદાનમાં 22 ઓક્ટોબર, 2026થી શરૂ થયેલો આ મેળો 2 નવેમ્બર, 2026 સુધી યોજાવાનો છે. દિલીપભાઈએ નાગરિકોને આ મેળાની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ પેદાશો અને મિલેટ્સ આધારિત ઉત્પાદનોનો પરિચય મેળવવાની અપીલ કરી છે.