🔥 ट्रेंडिंग जालना जिल्ह्यात खुनांचे सत्र सुरूच! जोकीहाट के बारा इस्टेमरारा गांव में मा... ધાંગધ્રા તાલુકા પોલીસે સંસ્કાર ધામ ગુર... ਕੈਨਰਾ ਬੈਂਕ ਨੂੰ 212 ਕਰੋੜ ਰੁਪਏ ਦਾ ਚੂਨਾ,... संकुल कुमार बने भारतीय किसान यूनियन (अ... मुख्यमंत्री ने निघासन के डॉ भीम राव अम...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાપર પોલીસની મોટી કાર્યવાહી: સ્કોર્પિયોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ₹6.87 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 24 अक्टू. 2026, 08:49 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છ જિલ્લામાં રાપર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઈ જતી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં 1,236 બોટલ દારૂ અને ગાડી સહિત કુલ ₹6.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

કચ્છ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાપર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઈ જતી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂની 1,236 બોટલ, ક્વાર્ટર અને બિયરના ટીન સહિત અંદાજે ₹6.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, ગાડીનો ચાલક પોલીસને હાથ લાગ્યો નહોતો અને ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મેઘપર બોરીચી, અંજારનો રામકૃષ્ણ ઉર્ફે લાલો મારાજ ગિરજાશંકર વ્યાસ કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી મઢુત્રા રણમાંથી રાપર-ફતેગઢ નર્મદા કેનાલ તરફ આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસ સ્ટાફે નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી સ્કોર્પિયો આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક ગાડી પૂરઝડપે હંકારીને ભાગવા લાગ્યો હતો. પોલીસે પીછો કરતાં સ્કોર્પિયો ગાડીના ટાયર ફાટી ગયા હતા. ત્યારબાદ ચાલક ગાડીને કેનાલના કાચા રસ્તા પર મૂકીને અંધારા અને ઝાડી-ઝાંખરાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્કોર્પિયો ગાડીની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો, ક્વાર્ટર અને બિયરના ટીન મળી કુલ 1,236 નંગ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી (GJ-12-BY-1977) પણ કબજે લેવામાં આવી હતી.

આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 11993010260553/2026 હેઠળ પ્રોહિબીશન એક્ટની કલમ 65(A)(E), 116(B) અને 98(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી રામકૃષ્ણ ઉર્ફે લાલો મારાજ ગિરજાશંકર વ્યાસ (રહે. મેઘપર બોરીચી, અંજાર, કચ્છ) વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી જણાશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. કાતરિયા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App