🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં વ્યાજખોરનો ત્રાસ! ₹50 હજારની ઉઘરાણીમાં મહિલાએ ફિનાઇલ પીધું
Local

ભાવનગરમાં વ્યાજખોરનો ત્રાસ! ₹50 હજારની ઉઘરાણીમાં મહિલાએ ફિનાઇલ પીધું

✍️ Reporter: Makvana Jaydip 🗓 30 Jul 2026, 02:06 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં ₹50 હજાર ઉછીના આપનાર દંપતી દ્વારા વ્યાજની ઉઘરાણી અને ધમકી અપાતા મહિલાએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે.

ફરિયાદ મુજબ, બોરતળાવ મફતનગર ખોડિયાર ચોક પાસે રહેતી અનિતાબેન નિર્દેશભાઈ ચૌહાણે બાજુમાં રહેતા હકા પાંચાભાઈ અને તેમની પત્ની પારસબેન પાસેથી નવેક મહિના પહેલાં ₹50,000 ઉછીના લીધા હતા. જેના બદલામાં દર મહિને ₹5,000 વ્યાજ ચૂકવતી હતી.

આ મહિને પતિને દવાખાનામાં દાખલ કરવાના કારણે વ્યાજ આપી શક્યા ન હતા. ત્યારબાદ આરોપીઓએ મહિલાને ઘરે બોલાવી ગાળો આપી, ધમકી આપી અને મારવા દોડ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં આરોપીની પત્નીએ ફોન કરીને વ્યાજના પૈસા નહીં આપે તો સારાવાર નહીં રહે તેવી ધમકી આપી હતી.

ધમકી અને ત્રાસથી કંટાળીને મહિલાએ પોતાના ઘરે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

બનાવ અંગે મહિલાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે BNS કલમ 352, 351(2), 351(4), ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40 અને 42 તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App