🔥 TRENDING बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... Karnataka FDA Calls Centre to Act on 2... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... MSRTC Bus Crash Near Belapur Flyover I... Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં શહેરી વિકાસ માટે ₹3850 કરોડની રકમનું વિતરણ
Local

ગુજરાતમાં શહેરી વિકાસ માટે ₹3850 કરોડની રકમનું વિતરણ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Aug 2026, 09:04 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે કુલ ₹3850 કરોડના ચેક અર્પણ કર્યા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ મળીને સર્વાંગી વિકાસ કાર્યો માટે કુલ ₹3850 કરોડની રકમના ચેક નાણાં તેમજ શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં અર્પણ કરવામાં આવ્યા હતા.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શહેરી વિકાસનાં 20 વર્ષની સંકલ્પોથી સિદ્ધિઓની સફર આલેખતી '20 વર્ષ શહેરી વિકાસનાં' તેમજ વડનગરની ગૌરવગાથા દર્શાવતી ‘Vadnagar - The Making of Modern Legacy’ કોફી ટેબલ બુક્સનું અનાવરણ કર્યું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવીને રાજ્યના શહેરી તંત્ર માટે મજબૂત નાણાકીય અને પ્રશાસનિક પાયો નાખ્યો હતો. તેમણે આયોજનબદ્ધ શહેરી વિકાસ અને વર્લ્ડ-ક્લાસ જનસુવિધાઓના નિર્માણ થકી નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કરવા બાબતે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તેમણે પર્યાવરણપ્રિય અને ગુણવત્તાસભર વિકાસ ઉપરાંત પ્રશાસનિક સેવાઓને ટેક્નોલોજીના ઉપયોગ સાથે નાગરિક-કેન્દ્રિત, ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી આધારિત બને તે દિશામાં પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો.
📲Get App