🔥 TRENDING ରାଜ୍ୟପାଳ ଡକ୍ଟର ହରିବାବୁ କମ୍ଭମପାଟୀଙ୍କୁ ଭ... ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પાસે રિક્ષા... 16 अक्टूबर 2026: आज की प्रमुख और ताज़ा... PWD मंत्री विक्रमादित्य सिंह ने प्रदेश... Maharashtra FDA Bans Sale of Loose Spi... ITC Hotels signs 227 key mementos at K...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના સચીન વિસ્તારમાં વકફ બોર્ડ હસ્તકના ટ્રસ્ટના ₹35.48 લાખની ઉચાપતનો પર્દાફાશ, મોબાઈલ રિપેરર ઝડપાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 16 Oct 2026, 12:37 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સચીન વિસ્તારમાં વકફ બોર્ડ હસ્તકના સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના ₹35,48,998ની ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો છે. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા મોબાઈલ રિપેરરને ઝડપી પાડ્યો છે.

સુરતના સચીન વિસ્તારમાં વકફ બોર્ડ હસ્તકના સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના ₹35,48,998ની ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીએ ગુનાહિત કાવતરું રચીને ટ્રસ્ટના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. આરોપીએ ટ્રસ્ટના સત્તાવાર બેંક ખાતામાંથી ₹12,62,998 મેળવી લીધા હતા, જ્યારે ટ્રસ્ટની મિલકતો લોકોને ભાડે આપીને તેમાંથી ₹22,86,000 ભાડારૂપે વસૂલ કર્યા હતા. આમ કુલ મળીને 35.48 લાખથી વધુની માતબર રકમ ટ્રસ્ટમાં જમા કરાવવાને બદલે પોતાના મોજશોખ અને અંગત ખર્ચમાં વાપરી નાખી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

ટ્રસ્ટ સાથે થયેલી આ મોટી છેતરપિંડી અંગે સચીન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક બે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. બાતમીદારો અને હ્યુમન સોર્સની મદદ મેળવીને પોલીસે આરોપી સરફરાઝઅહમદ શબ્બીરઅહમદ પંચાતી (ઉં.વ. 42)ને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલો આરોપી વ્યવસાયે મોબાઇલ રિપેરિંગનું કામકાજ કરે છે અને ટ્રસ્ટના વહીવટમાં જોડાઈને તેણે આ આખી નાણાકીય ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App