Local
જામજોધપુરમાં ઈશ્વરિયા ગામની ઘરમાંથી ₹3.40 લાખની રોકડ ચોરી
Watch on:
▶️ YouTube
ઈશ્વરિયા ગામમાં એક ઘરમાંથી ₹3.40 લાખ રૂપિયા રોકડ ચોરી થઈ.
જામજોધપુર તાલુકાના ગોપ વિસ્તારના ઈશ્વરિયા ગામમાં ઘરના રૂમમાં ખાડો કરીને દાટેલા સ્ટીલના ડબ્બામાં રાખેલા રૂ. ૩.૪૦ લાખની ચોરી થઈ છે. ફરિયાદી પ્રિયાબેન અરશીભાઈ બડીયાવદરાની ફરિયાદ મુજબ, ઈશ્વરિયા ગામના વાડી વિસ્તારમાં રહેતા અમિતભાઈ ઉર્ફે લાલો હમીરભાઈ ડાંગર સામે ચોરીનો આક્ષેપ છે. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૦૫(એ) હેઠળ ગુનો નોંધાયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.