Crime
₹3,000 કરોડના ડ્રગ્સ કેસમાં 5 પાકિસ્તાની નાગરિકોના રિમાન્ડ મંજૂર
ગુજરાત ATS દ્વારા ₹3,000 કરોડના મેગા ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા 5 પાકિસ્તાની નાગરિકોને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 13 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ₹3,000 કરોડના એક મોટા ડ્રગ્સ કેસમાં પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે વધુ તપાસ માટે 13 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ATS આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે. જેમાં પાકિસ્તાન સાથેના કનેક્શન, ઈરાન અને તમિલનાડુ સ્થિત બોટ સાથેની કડીઓ, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત સહ-આરોપીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
આ ડ્રગ્સ કેસની ગંભીરતા અને તેમાં પાકિસ્તાની નાગરિકોની સંડોવણીને કારણે ATS દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસના તાણાવાણા વણવામાં આવી રહ્યા છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.