🔥 TRENDING Supreme Court to Scrutinize Maharashtr... Shubman Gill Intensifies Training Ahea... Supreme Court Hears Arun @ Deepak vs.... સુરતમાં બોગસ તબીબો ખોલી રહ્યા છે દુકાન... झंझारपुर में सनसनीखेज हत्याकांड: अवैध... Sikkim State Lottery Results Announced...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભરૂચ રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખનો ગાંજો ઝડપાયો

✍️ Reporter: Shahid Mansuri 🗓 26 Oct 2026, 06:20 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રેલવે SOG અને નાર્કોટિક્સ વિંગની joint કાર્યવાહીમાં પુરી-અમદાવાદ ટ્રેનમાંથી મોટો જથ્થો ઝડપાયો છે.

ભરૂચ રેલવે સ્ટેશન પર એક મહત્વપૂર્ણ કાર્યવાહી દરમિયાન રેલવે SOG અને નાર્કોટિક્સ વિંગે પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા ગાંજાની અંદાજિત બજાર કિંમત ₹2.93 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ખેપીયાએ ચાલાકીપૂર્વક ગાંજાથી ભરેલી બેગને ટ્રેનના બે કોચની વચ્ચે મૂકી દીધી હતી. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે આ જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ નશાના પદાર્થોની હેરાફેરી કરનાર ખેપીયો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. રેલવે પોલીસ અને નાર્કોટિક્સ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App