🔥 ट्रेंडिंग मुंबई‑आगरा हाईवे पर पथराव से चालक घायल... खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસામાં કામવાળીએ જ કરી ₹22.50 લાખના દાગીનાની ચોરી, પોલીસે માલિકને પરત સોંપ્યા
अपराध

મોડાસામાં કામવાળીએ જ કરી ₹22.50 લાખના દાગીનાની ચોરી, પોલીસે માલિકને પરત સોંપ્યા

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 23 अग. 2026, 09:06 PM 👁 50
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસાની ઈકબાલ સોસાયટીમાં કામવાળી મહિલાએ જ તિજોરીમાંથી લાખોના ઘરેણાંની ચોરી કરી હતી, પોલીસે તપાસ કરી દાગીના પરત અપાવ્યા.

મોડાસાની ઈકબાલ સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરે ચોરીની ઘટના સામે આવી હતી. પરિવારની તિજોરીમાં રાખેલા ₹22.50 લાખની કિંમતના સોનાના ઘરેણાં અચાનક ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ હતી.

ઘટના અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ઘરમાં કામ કરતી કામવાળી મહિલાએ જ તિજોરીમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી હતી.

પોલીસે આરોપી મહિલા પાસેથી તમામ દાગીના કબજે કરી લીધા હતા. ત્યારબાદ અરવલ્લી પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત તમામ પરત મેળવેલા ઘરેણાં તેમના અસલી માલિકને સોંપ્યા હતા.
📲Get App