Crime
ગીર સોમનાથ: કોડીનારથી રાજકોટ જતી લાકડાં ભરેલી શંકાસ્પદ ટ્રક ઝડપાઈ, ₹20,000 દંડ
સુત્રાપાડા વન વિભાગે સુંદરપરા પાટિયા પાસે શંકાસ્પદ ટ્રક અટકાવી લાકડાંનો જથ્થો જપ્ત કર્યો અને માલિક પાસેથી ₹20,000 દંડ વસૂલ્યો.
ગીર સોમનાથ: સુત્રાપાડા વન વિભાગની ટીમે સુંદરપરા પાટિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન લાકડાં ભરેલી એક શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડી છે. ગેરકાયદેસર રીતે લાકડાંની હેરફેર થતી હોવાની આશંકાને પગલે વન વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, આ ટ્રક કોડીનારથી રાજકોટ તરફ લાકડાંનો મોટો જથ્થો લઈ જઈ રહી હતી. વન વિભાગના અધિકારીઓએ ટ્રકને રોકીને તેની તપાસ હાથ ધરી હતી અને લાકડાંની હેરફેર માટે જરૂરી પાસ-પરમિટ અને કાગળો માંગ્યા હતા. જોકે, વાહન ચાલક યોગ્ય આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો.
જરૂરી કાયદાકીય દસ્તાવેજોના અભાવે વન વિભાગે ટ્રકમાં ભરેલો તમામ લાકડાંનો જથ્થો સીઝ (જપ્ત) કરી લીધો હતો. આ ઉપરાંત, આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને ટ્રકના માલિક પાસેથી ₹20,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વન્ય સંપત્તિ અને લાકડાંની થતી હેરાફેરી સામે વન વિભાગની આ કડક કાર્યવાહીએ ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે.