🔥 TRENDING Mamata Banerjee Loses Key Supporters o... Meghalaya Teachers Reject Department L... Meghalaya Ropeway Meeting Turns Chaoti... Meghalaya Minister Sanbor Shullai Conf... सेमरी गांव की बस्ती में 12 वर्षीय नाबा... Maneka Gambhir Seeks Permission to Tra...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ₹1400 કરોડથી વધુના 30 જેટલાં પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત...

✍️ Reporter: Atul Thakor 🗓 10 Nov 2026, 11:44 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ₹1400 કરોડથી વધુના 30 જેટલાં પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત...

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વાડજ રામાપીરના ટેકરા સ્લમ વિસ્તારના નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા પાકા મકાનો સહિત 9000થી વધુ આવાસો અને 16 દુકાનોનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરી જરૂરિયાતમંદોને ઘરની ચાવીઓ અર્પણ કરી; તેમજ ઇસ્કોનથી સાણંદ 6 લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ પણ કરાયું...

કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ટુરિઝમના લોગોનું અનાવરણ તથા શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓનું સન્માન કરાયું; શહેરની પીવાના પાણીની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જાસપુર ખાતે નવનિર્મિત 200 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા 7.40 કિમી લાંબી ટ્રંક મેઇન લાઇન પ્રોજેક્ટ પણ લોકાર્પિત કરાયા...

વિવિધ જનકલ્યાણલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા...

ગુજરાતને ડિસેમ્બર 2028 સુધીમાં ડ્રગ્સ ફ્રી રાજ્ય બનાવવાની સામૂહિક જવાબદારી લેવા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનું આહ્વાન

માન. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા આ વિકાસ ઉત્સવ અને જનકલ્યાણકારી પ્રકલ્પોથી નાગરિકોની દિવાળી વધુ પ્રકાશમય બની:- મુખ્યમંત્રીશ્રી
📲Get App