🔥 TRENDING श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ଓରାଙ୍ଗଉଟାନଙ୍କୁ ନେଇ ଆସିଲା ବଡ଼ ସୂଚନା माड़र गाँव में बागमती नदी का जलस्तर बढ... Chhattisgarh Launches Initiative to Em... Chhattisgarh Raises PG Medical & Denta... LPU Protest Turns Violent Over Alleged...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના પાલનપુરમાં ₹11 કરોડના આરસીસી રોડમાં ફાટી ગયેલી તિરાડો, પાલિકા પર ગંભીર સવાલ
Local

સુરતના પાલનપુરમાં ₹11 કરોડના આરસીસી રોડમાં ફાટી ગયેલી તિરાડો, પાલિકા પર ગંભીર સવાલ

✍️ Reporter: Dhaval Maheta 🗓 20 Sep 2026, 08:42 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુર વિસ્તારમાં 800 મીટરનો નવનિર્મિત આરસીસી રોડ માત્ર બે વર્ષમાં જ ફાટી ગયો, જેના કારણે ચોમાસાનું પાણી જમીનમાં પ્રવેશી રહ્યું છે અને સ્થાનિકો તથા રાજકારણીઓની ફરિયાદો વધી રહી છે.

સુરતના પાલનપુર વિસ્તારમાં ગૌરવ પથને જોડતો 800 મીટરનો નવનિર્મિત આરસીસી રોડ, જેનું ખર્ચ અંદાજે ₹11 કરોડ છે, માત્ર બે જ વર્ષમાં ઠેર-ઠેરથી ફાટી ગયો છે. આ રોડ હજુ ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) હેઠળ છે, છતાં મધ્યમાં મોટા પાયે તિરાડો દેખાઈ આવી છે.

આ તિરાડોમાંથી ચોમાસાનું વરસાદી પાણી સીધું અંદર સોઇલ સુધી ઉતરી રહ્યું છે, જેનાથી રસ્તો વધુ બેસી જવાની અને તૂટવાની શક્યતા વધી રહી છે.

આ ગંભીર સ્થિતિ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે પાલિકા કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી તાકીદે તપાસ અને કાર્યવાહી માંગેલી છે.

સામાજિક કાર્યકર્તા મહેશ પટેલે જણાવ્યું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરીને જનતા સાથે દગો કર્યો છે. તેમણે ઉમેર્યું કે 30 વર્ષની ગેરંટી સાથે બનેલા આરસીસી રોડ માત્ર બે વર્ષમાં જ ફાટી ગયો છે, અને જો આવી સ્થિતિ હોય તો ડામરનો સસ્તો રોડ બનાવવો વધુ યોગ્ય હોત. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાં જોઈએ.
📲Get App