🔥 TRENDING Authorities urge safety and hygiene im... Sardesai threatens protest over hospit... Club officials meet Jamil, pledge supp... Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધોરાજી નજીક ટ્રકમાંથી ₹૨.૨૪ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો; માણાવદરના બે શખ્સોની ધરપકડ, અન્ય ત્રણ સામે ગુનો દાખલ
Crime

ધોરાજી નજીક ટ્રકમાંથી ₹૨.૨૪ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો; માણાવદરના બે શખ્સોની ધરપકડ, અન્ય ત્રણ સામે ગુનો દાખલ

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 21 Aug 2026, 01:42 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધોરાજી:
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ધોરાજી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ₹૨,૨૪,૧૦૦/- ની કિંમતની ૩૦૦ બોટલ દારૂ તેમજ ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹૭,૩૪,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
LCB ટીમને બાતમી મળી હતી. ધોરાજી ભુખી ચોકડી પાસે ઉપલેટા તરફ જતા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રક (નં. GJ-31-T-2130) ને અટકાવી તલાશી લેતાં તેમાંથી ૭૫૦ એમ.એલ.ની કંપની સીલબંધ ૩૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી માણાવદરના રહેવાસી ઇબ્રાહીમ ઉર્ફે સનેડો નાસીરભાઇ હીગોરજા તથા મયુરભાઇ દેવાભાઇ હાડગરાની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો લખનભાઇ અરજણભાઇ ઈછુડા (રહે. માણાવદર) ના કહેવાથી ધોરાજીના સિદ્ધાર્થભાઇ ચંદુભાઇ વીંઝુડાને વેચાણ માટે પહોંચાડવાનો હતો, જે દહીવેલી સાકરી નજીક સાતબારા હોટલ પાસેથી કોઈ અજાણ્યા શખ્સ પાસેથી ભરાવવામાં આવ્યો હતો.
પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ ઉપરાંત લખન ઈછુડા, સિદ્ધાર્થ વીંઝુડા અને દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
📲Get App