🔥 TRENDING Karnataka bank on Smaran and Shrijith... BJP pledges Rs 5 crore for every Gram... Congress slams Modi government over Hi... Milky Mist Refutes FSSAI Probe into It... Gujarat CM Vijay Rupani Shares Coffee... Shivraj Says Injustice Peaks in Consti...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

મહિયલ ગામમાં યુવા મોરચાના કાર્યકરનું સન્માન અને શાળામાં સોલાર રૂફટોપ માટે ₹૫ લાખની ગ્રાન્ટ ફાળવણી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 11:32 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના શાસનકાળની ઉજવણી નિમિત્તે યોજાયેલી બાઈક યાત્રામાં ભાગ લઈને પરત ફરેલા યુવા કાર્યકર ઋષિરાજસિંહ ઝાલાનું સન્માન કરાયું અને મહિયલની શાળામાં ₹૫ લાખના ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના શાસન અને સેવાકાળના અનુસંધાને વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રસેવાનો સંદેશ લઈને પરત ફરેલા તલોદ તાલુકાના મહિયલ ગામના યુવા મોરચાના કાર્યકર ઋષિરાજસિંહ ઝાલાના નિવાસસ્થાને જઈ તેમનું સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ યુવાનોની રાષ્ટ્રપ્રત્યેની નિષ્ઠા, સેવાભાવ અને સમર્પણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો.

આ પ્રસંગે શિક્ષણક્ષેત્રે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી મહિયલ ગામની જે.બી.ઉપાધ્યાય હાઈસ્કૂલ ખાતે ₹૫ લાખના ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે ગ્રાન્ટ ફાળવવાનો પણ નિર્ણય લેવાયો. આ પહેલનો મુખ્ય આશય શૈક્ષણિક સંસ્થાઓમાં ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોને પ્રોત્સાહન આપવાનો છે.આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણની ભાવનાને મજબૂત બનાવવી અને વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવું એ પણ આ પહેલના મુખ્ય ઉદ્દેશ્યોમાં સામેલ છે.યુવાનોની સકારાત્મક ભૂમિકા અને વિકાસલક્ષી કાર્યોના સમન્વયથી મતવિસ્તારને પ્રગતિના માર્ગે આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
📲Get App