🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અંકલેશ્વરમાં વૃદ્ધને રિક્ષામાં છેતરી ₹૧૫,૦૦૦ ની ઠગાઈ

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 25 Sep 2026, 01:24 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં એક વૃદ્ધને રિક્ષામાં બેસાડી, પોલીસ ચેકિંગનું બહાનું કાઢી ₹૧૫,૦૦૦ રોકડાની ઠગાઈ કરવામાં આવી. રિક્ષાચાલક ભાડું લીધા વિના ફરાર થઈ ગયો.

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ કરોડીયાવાડ વિસ્તારમાં રહેતા ગુલામ રસુલ ઉર્ફે બાબુભાઈ ગુલામ મોહમ્મદ શેખ સાથે ₹૧૫,૦૦૦ ની ઠગાઈનો બનાવ બન્યો છે. તેઓ પોતાના ઘરે જવા માટે પીરામણ નાકા પાસે એક સુરત પાર્સિંગની રિક્ષામાં બેઠા હતા.

રિક્ષાચાલકે વૃદ્ધને ક્યાં જવાનું પૂછતાં તેમણે સેલારવાડ જવાનું કહ્યું હતું. રિક્ષાચાલકે તેમને બેસાડી લીધા બાદ થોડે આગળ જઈ પોલીસ ચેકિંગ હોવાનું કહી, પોતાની બાજુમાં બેઠેલા અન્ય ઈસમને વૃદ્ધની બાજુમાં બેસાડી દીધો. આ ઈસમે વૃદ્ધને અગવડ થતી હોવાનું કહી ઉઠવાનું કહ્યું અને વૃદ્ધના ખિસ્સામાંથી ₹૧૫,૦૦૦ રોકડા કાઢી લીધા હતા.

ઠગાઈ કર્યા બાદ રિક્ષાચાલક અને તેની સાથે બેઠેલો ઈસમ વૃદ્ધ પાસેથી ભાડું લીધા વિના રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App