🔥 TRENDING Jharkhand Accelerates Dhalbhumgarh Air... New Mining Law Cuts Jharkhand’s Funds,... Virat Kohli targets to extend ODI run... Avalanche Token Hits Six-Month High Af... India Reaffirms Commitment to Two-Stat... વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી: બાબરા પોલીસે ₹૧૦.૬૬ લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો

ભાવનગર-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી: બાબરા પોલીસે ₹૧૦.૬૬ લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Sep 2026, 01:18 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી: બાબરા પોલીસે ₹૧૦.૬૬ લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો



એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી અંગે પોલીસને મળી બાતમી
ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી તથા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાંથી દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી ખાસ સૂચનાના પગલે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. પરમારની રાહબરી હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એએસઆઈ કિરણભાઈ સોલંકી तथा હેડ કોન્સ્ટેબલ રાજભા વાઘેલાને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે, ભાવનગર-રાજકોટ હાઈવે પરથી એક પ્રાઈવેટ એમ્બ્યુલન્સ વાહનમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થનાર છે.

ચોરખાનું ખોલતા જ મળી આવી વિદેશી દારૂની ૧૯૬૮ બોટલો
બાતમી મળતાં જ બાબરા પોલીસની ટીમે ઊંટવડ હાઈવે નજીક ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ એમ્બ્યુલન્સ આવતા જ તેને ઈશારો કરીને રોકવામાં આવી હતી. વાહનચાલકને નીચે ઉતારીને એમ્બ્યુલન્સની અંદર તપાસ કરતા તેમાં એક ખાસ ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું. આ ચોરખાનું ખોલીને જોતાં તેમાંથી મધ્યપ્રદેશમાં જ વેચાણ માટે મંજૂર થયેલી વિદેશી દારૂની નાની-મોટી ૧,૯૬૮ બોટલો (કિંમત ₹૩,૫૬,૬૮૮/-) મળી આવી હતી.

રૂ. ૧૦.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે, આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના જથ્થા ઉપરાંત ₹૭,૦૦,૦૦૦ ની કિંમતનું એમ્બ્યુલન્સ વાહન તથા ₹૧૦,૦૦૦ નો મોબાઈલ ફોન મળીને કુલ ₹૧૦,૬૬,૬૮ઠ/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ગોંડલની મોટી બજાર વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય આરોપી સાગરભાઈ ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહેલની અટકાયત કરવામાં આવી છે. બાબરા પોલીસે આરોપી વિરુદ્ધ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.
📲Get App