🔥 TRENDING APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R... Calangute children raise flag to prote... Girish Criticises AAP, Claims BJP Caus...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વન્યજીવોની પજવણી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ગીર પૂર્વ વન વિભાગની લાલ આંખ: ૪ માસમાં ૭૫ ગુના નોંધી ₹૧૩.૩૦ લાખનો દંડ વસૂલાયો
Defence

વન્યજીવોની પજવણી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ગીર પૂર્વ વન વિભાગની લાલ આંખ: ૪ માસમાં ૭૫ ગુના નોંધી ₹૧૩.૩૦ લાખનો દંડ વસૂલાયો

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 19 Aug 2026, 04:47 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એશિયાટિક સિંહોના સંરક્ષણ અને વન્ય સંપત્તિના જતન માટે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની સૂચના તેમજ ગીર પૂર્વના નાયબ વન સંરક્ષક (DCF) શ્રી વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૪ મહિના દરમિયાન વન્યજીવ સંરક્ષણ ધારાનો ભંગ કરનારા અસામાજિક તત્વો સામે કુલ ૭૫ ગુના નોંધીને ₹૧૩.૩૦ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

અમરેલી:

​ગુના અને દંડાત્મક કાર્યવાહીની વિગતો
​અનધિકૃત પ્રવેશ: અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા બદલ ૩૮ ગુના નોંધી ₹૭,૭૬,૪૦૦નો દંડ ફટકારાયો.
​વન્ય પ્રાણીઓનો શિકાર: શિકાર સંબંધિત કુલ ૮ ગુના નોંધાયા, જેમાં ૪ કેસમાં અદાલતી કાર્યવાહી ચાલુ છે અને બાકીના ૪ કેસમાં ₹૨,૨૦,૦૦૦નો દંડ વસૂલાયો.
​લાકડાની ગેરકાયદે હેરફેર: માન્ય પરવાનગી કે ટ્રાન્ઝિટ પાસ વગર લાકડાંની હેરફેર કરવા બદલ ૧૬ ગુના નોંધી ₹૩,૦૩,૦૦૦નો દંડ કરાયો.
​કચરો ફેંકવો અને પશુ ચરાણ: પર્યાવરણીય શુદ્ધતા જોખમાવી પ્લાસ્ટિક કચરો ફેંકવા તેમજ અનામત વીડીમાં ગેરકાયદે પશુ ચરાવવા બદલ ૧૭ ગુના નોંધી ₹૩૨,૫૦૦નો દંડ લેવાયો.
​કડક ચેતવણી અને જાહેર અપીલ
DCF શ્રી વિકાસ યાદવ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે સિંહ કે અન્ય કોઈપણ વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર શિકાર, પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસણખોરી કે વનસંપત્તિની ગેરકાયદે હેરફેર જેવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં અને તેમાં સંડોવાયેલા શખ્સો સામે કાયદા મુજબ કડક પગલાં લેવાશે.
​નાયબ વન સંરક્ષકની કચેરી, ગીર-પૂર્વ (અમરેલી) દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શખ્સ વન્યજીવોની પજવણી કરતો જણાય અથવા સોશિયલ મીડિયા પર ગેરકાયદે લાયન શો, દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કે શિકાર સંબંધિત કોઈ રીલ, ફોટો કે વીડિયો ધ્યાને આવે, તો તેની વિગતો તાત્કાલિક નજીકની વન વિભાગની કચેરી અથવા સ્ટાફને પહોંચાડવી.
📲Get App