🔥 TRENDING Dharmesh Kant backs banks, mining, AI;... Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુરમાં નેશનલ હાઇવે પરથી બ્રેઝા કારમાં દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ: ૨ શખ્સોની ધરપકડ, ₹૯.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત
Crime

જેતપુરમાં નેશનલ હાઇવે પરથી બ્રેઝા કારમાં દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ: ૨ શખ્સોની ધરપકડ, ₹૯.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 14 Aug 2026, 09:32 PM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુર ઉદ્યોગનગર પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી બ્રેઝા કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.  
જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.શર્મા તથા સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન હેડ કોન્સ. રાજુભાઇ સાંબળા અને નીલેશભાઇ મકવાણાને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની બ્રેઝા કાર (GJ 03 PD 8275) પોરબંદરથી રાજકોટ તરફ દેશી દારૂ ભરીને જઈ રહી છે.  
બાતમી આધારે પોલીસે નેશનલ હાઇવે પર નવાગઢ બ્રિજ ઉતરતા રામદેવપીર મંદિર પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બ્રેઝા કાર આવતાં તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ૬૪૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.  
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App