🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વેરાવળ સ્ટેશન પર RPFની સતર્કતા: મુસાફરનો ચોરાયેલો બેગ અને મોબાઇલ ફોન CCTV ફૂટેજની મદદથી પરત અપાવ્યા

✍️ Reporter: Sudip Gadhiya 🗓 24 Sep 2026, 11:08 AM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળ રેલવે સ્ટેશન પર RPFની ત્વરિત કાર્યવાહીને કારણે એક મુસાફરનો ચોરાયેલો બેગ, મોબાઇલ ફોન અને ચાર્જર પરત મળ્યા છે. CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

વેરાવળ રેલવે સ્ટેશન પર રેલવે સુરક્ષા દળ (RPF)ની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે એક મુસાફરનો ચોરાયેલો બેગ, મોબાઇલ ફોન તથા ચાર્જર પરત મેળવવામાં આવ્યા છે. આ ઘટનામાં CCTV ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 21 સપ્ટેમ્બર 2026ના રોજ 76 વર્ષીય મુસાફર શ્રી માનસિંહ, જેઓ વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)ના રહેવાસી છે, તેઓ વેરાવળ સ્ટેશનના વેટિંગ રૂમમાં આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનો કાળા રંગનો પીઠૂ બેગ ચોરાઈ ગયો હતો. આ બેગમાં Vivo Android મોબાઇલ ફોન અને ચાર્જર સહિત અંદાજે ₹12,500/- ની કિંમતનો સામાન હતો.

માહિતી મળતાની સાથે જ RPF વેરાવળ દ્વારા તાત્કાલિક CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી. ફૂટેજમાં એક વ્યક્તિ બેગ લઈ જતો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે RPF સ્ટાફ હેડ કોન્સ્ટેબલ શ્રી વિજય ગુજરિયા તથા કોન્સ્ટેબલ શ્રી અનુજ સિંહ દ્વારા સ્ટેશન અને પ્લેટફોર્મ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી. આખરે, શંકાસ્પદ વ્યક્તિને પ્લેટફોર્મ નંબર 01 પરથી ઝડપી લેવામાં આવ્યો.

પકડાયેલા આરોપીની ઓળખ ભૂપતભાઈ ચૌહાણ, રહેવાસી કડિયાળી, અમરેલી તરીકે થઈ છે. તેની પાસેથી ચોરાયેલો સામાન મળી આવતા તેને GRP/વેરાવળને સોંપવામાં આવ્યો. RPF કર્મચારીઓની આ તત્પરતા અને પ્રશંસનીય કામગીરીની મુસાફરો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષા અને સહાયતા રેલવેની પ્રાથમિક જવાબદારીઓમાં સામેલ છે તેમ જણાવવામાં આવ્યું.

મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, શ્રી અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ RPF દ્વારા મુસાફરોની સુરક્ષા, સહાયતા તેમજ ચોરાયેલો/ખોવાયેલો સામાન પરત મેળવવા માટે સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
📲Get App