🔥 TRENDING KSRTC to Install Advanced ADAS Technol... BBMP Launches Vaccination Drive and Nu... माँ वन देवी मंदिर, बिहटा, पटना में धार... BMRCL Launches Unlimited Metro Pass fo... Bengaluru Metro to Begin Trial Runs on... सुजानपुर में दुर्गा मंदिर पर वैष्णो दे...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

RMCની કચરાની ગાડીમાં નાના બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાના દૃશ્યો

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 18 Oct 2026, 07:06 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની કચરો એકત્રિત કરતી ટીપરવાનમાં નાના બાળકો કચરો ભેગો કરતા અને ગાડી પર મજૂરી કરતા નજરે પડી રહ્યા હોવાની બાબત સામે આવી છે. બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ કે કચરો એકત્રિત કરવાની જવાબદારી? તેવો સવાલ હવે ઊભો થયો છે.
એક તરફ સરકાર દ્વારા બાળમજૂરી અટકાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ શહેરમાં નાના બાળકો પાસે આવી રીતે કામ કરાવાતું હોય તો તે ગંભીર ચિંતાનો વિષય છે.
સવાલ એ છે કે RMCના જવાબદાર અધિકારીઓ આ બાબતથી અજાણ છે કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે? સમગ્ર મામલે તપાસ કરી બાળકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
📲Get App