🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢમાં વાસુકી પ્લોટ, જૂની ખડપીટમાં RCC રોડ: વર્ષો જૂની રોડ સમસ્યાનો અંત, સ્થાનિકોમાં ખુશી

થાનગઢમાં વાસુકી પ્લોટ, જૂની ખડપીટમાં RCC રોડ: વર્ષો જૂની રોડ સમસ્યાનો અંત, સ્થાનિકોમાં ખુશી

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 23 Aug 2026, 11:32 AM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
થાનગઢમાં વાસુકી પ્લોટ, જૂની ખડપીટમાં RCC રોડ: વર્ષો જૂની રોડ સમસ્યાનો અંત, સ્થાનિકોમાં ખુશી
થાનગઢ શહેરના વોર્ડ નંબર-6 માં આવેલા વાસુકી પ્લોટ અને જૂની ખડપીટ વિસ્તારમાં RCC રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ રોડ બનવાથી સ્થાનિકોને વર્ષો જૂની રોડ સમસ્યામાંથી મુક્તિ મળી છે.
વોર્ડ નંબર-6 ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાની ટીમના સહયોગથી આ વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વાસુકી પ્લોટ અને જૂની ખડપીટ વિસ્તારના રહેવાસીઓએ આ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા, બાંધકામ સમિતિના ચેરમેન ખોડાભાઈ મકવાણા, દંડક સભ્ય લીનાબેન ડોડીયા અને પાર્વતીબેન પારઘીનું સ્થાનિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, RCC રોડ બનવાથી વર્ષોથી ચાલી આવતી રોડની સમસ્યાનો અંત આવ્યો છે અને અવરજવરમાં પણ સુવિધા મળશે. આ પ્રસંગે થાનગઢ શહેરના અન્ય વિસ્તારોમાં પણ વિકાસકાર્યો થાય તેવી લોકમાંગણી ઉઠી હતી.
નગરપાલિકા પ્રમુખની આગેવાની હેઠળ શહેરમાં વિવિધ વિકાસકાર્યોને વેગ મળી રહ્યો છે. વાસુકી પ્લોટ અને જૂની ખડપીટ વિસ્તારના લોકોએ નગરપાલિકા ટીમ, પ્રમુખ અને વોર્ડ નંબર-૬ ના સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App