🔥 TRENDING India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતમાં પ્લાસ્ટિક કરન્સીનો ટ્રાયલ શરૂ, RBI દ્વારા મંજૂરી મળી

ભારતમાં પ્લાસ્ટિક કરન્સીનો ટ્રાયલ શરૂ, RBI દ્વારા મંજૂરી મળી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 12 Aug 2026, 09:18 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા પ્લાસ્ટિક (પોલીમર) નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે, જે કાગળની નોટોની તુલનામાં વધુ ટકાઉ અને નકલી નોટો બનાવવામાં મુશ્કેલ છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ભારતમાં કાગળની નોટોના સ્થાને પ્લાસ્ટિક (પોલીમર) કરન્સી લાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે ₹10 અને ₹20ની 100-100 કરોડ પોલીમર નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. આ નોટો ભેજ, ગંદકી અને ઘસારા સામે વધુ ટકાઉ હશે, જે તેને કાગળની નોટોની તુલનામાં વધુ લાભદાયક બનાવે છે.

આ નોટોની ખાસિયત એ છે કે નકલી નોટો બનાવવી અત્યંત મુશ્કેલ છે. રોજિંદા વ્યવહારમાં સૌથી વધુ વપરાતી ₹10 અને ₹20ની નોટોથી આ ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેનાથી લોકોના રોજિંદા જીવનમાં સરળતા આવશે.

હાલમાં, નવી નોટો કાગળની ચલણી નોટોની સાથે જ વ્યવહારમાં ચાલશે. જૂની કાગળની નોટો તુરંત બંધ નહીં કરાય, અને ફિલ્ડ ટ્રાયલના પરિણામો બાદ જ કાયમી ધોરણે પ્લાસ્ટિક નોટો બહાર પાડવા નિર્ણય લેવાશે.
📲Get App