🔥 TRENDING सुपौल के कन्हैया कुमार ने मां दुर्गा क... भिवानी में पीड़ित परिवार के लिए न्याय... Apne Shahar ki baat बिहार के युवक ने रूस में बनायी गर्लफ्र... आशा धरना प्रदर्शन भरी जोर सौर से पहूर शेतकरी शिबिरात ७४ महिला शेतकऱ्यां...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

Rajpiplaમાં સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ: વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં પ્રોત્સાહન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 13 Oct 2026, 09:58 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજપીપળા ખાતે કુમાર આશ્રમશાળા માં યોજાયેલ ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’માં ધોરણ ૯ થી ૧૨, કોલેજ અને IIT વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું.

રાજપીપળા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કુમાર આશ્રમશાળા ખાતે ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન ઉપસ્થિત રહ્યાં હતાં. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને આઈ.ટી.આઈ. રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીન વિચારો, સંશોધન, ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને સહાય અંગે માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી માવાણીએ બેન્કેબલ યોજના સહિત ઉદ્યોગસાહસિકો માટેની વિવિધ સરકારી યોજનાઓ અને સહાય અંગે માહિતી આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને SSIP 2.0 અંતર્ગત નવીન વિચારોની નોંધણી પ્રક્રિયા અને સરકાર તરફથી મળવાપાત્ર સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કોલેજના પ્રિન્સિપાલશ્રી માંગરોલા અને તેમની ટીમે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતી સરકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. જ્યારે આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલશ્રી અને તેમની ટીમે સંસ્થામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સ, તાલીમની તકો અને સરકાર તરફથી મળતી સહાય અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાના નવીન વિચારોને સાકાર કરવા, સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા, સ્ટાર્ટઅપ શરૂ કરવા તેમજ સ્વરોજગાર દ્વારા કારકિર્દી ઘડવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
📲Get App